એલ.સી.બી – ભરૂચ પોલીસ

એલ.સી.બી – ભરૂચ પોલીસ

ભરૂચ શહેરમાં અયોધ્યાનગર સંતોષીમાતાના મંદીર પાસે રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

પોલીસ મહાનિદેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પ્રોહી / જુગારની સ્પેશિયલ ડ્રાઈવ આપવામાં આવેલ જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ દ્વારા ડ્રાઈવ દરમ્યાન અસરકારક કામગીરી કરી પ્રોહી / જુગારના કેશો શોધી કાઢવા આપેલ સુચના આધારે

પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલાનાઓની માર્ગદર્શન મુજબ ઉપરોક્ત ડ્રાઈવ દરમ્યાન અસરકારક કરવા ભરુચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ તે પૈકી ભરૂચ એલ.સી.બી.ની એક ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.ઇન્સ . એલ.સી.બી.નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે ભરૂચ શહેરમાં અયોધ્યાનગર સંતોષીમાતાના મંદીર પાસે રહેણાક મકાન નં .૨૭૨૮ મા પ્રોહી સફળ રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ , સહીત કુલ મુદામાલ કિં.રૂ .૫૨,૫૦૦ / – સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “ એ ” ડીવી . પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ એલ.સી.બી / ભરુચ પોલીસ દ્વારા ગે.કા.પ્રવુતી વિરુધ્ધ આવી જ રીતે કડકાયપુર્વક કામગીરી કરવામાં આવશે

◾️પકડાયેલ આરોપી:
મુકેશ બચુભાઇ સોલંકી રહે.મકાન નં .૨૭૨૮ સંતોષીમાતાના મંદીર પાસે અયોધ્યાનગર
તા.જી.ભરુચ

◾️પકડાયેલ મુદ્દામાલ
( ૧ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ -૧૦૪
કિ.રૂ .૫૨,૦૦૦ /-
( ર ) મોબાઈલ નંગ -૦૧ કિ.રૂ .૫૦૦ / કુલ મુદામાલ
કિં.રૂ .૫૨,૫૦૦ /-

◾️કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ:

પો.સ.ઇ.એ.એસ.ચૌહાણ ,
હે.કોન્સ.હિતેષભાઈ , સંજયદાન , વ.હે.કો.અરૂણાબેન
પો.કો.મહિપાલસિંહ , શ્રીપાલસિંહ , વિશાલ વેગડનાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે .

क्राइम